ગુજરાતમાં ઘરની વીજળી સસ્તી થશે, સરકાર રૂ.1000 કરોડની સબસિડી આપશે, બસ આ કામ કરો. ગુજરાત સરકારે બુધવારે રૂફટોપ સોલાર પાવર સિસ્ટમ લગાવવા માટે રૂ.1,000 કરોડની વધારાની સબસિડીની જાહેરાત કરી છે. પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજના હેઠળ, સામાન્ય શ્રેણીના લાભાર્થીઓએ ખર્ચના 10 ટકા ચૂકવવા પડશે, જ્યારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લાભાર્થીઓએ માત્ર 5 ટકા ચૂકવવા પડશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.