વડોદરામાંથી પસાર થતી અમૃતસરથી બાંદ્રા જતી પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાંથી MD ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. વડોદરા: વડોદરામાંથી પસાર થતી અમૃતસરથી બાંદ્રા જતી પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાંથી MD ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. DRIની ટીમે બાતમીના આધારે ચાલુ ટ્રેનમાંથી MD ડ્રગ્સના જથ્થા સાથે બે નાઇજીરિયન નાગરિકોને ઝડપી લીધા હતા. જપ્ત કરાયેલા ડ્રગ્સની કિંમત કરોડો રૂપિયામાં હોવાનો અંદાજ છે. DRIની ટીમે ડ્રગ્સની તપાસ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની મદદ લીધી છે.