રાજકોટના માધાપર વિસ્તારમાં આવેલી આર.બી. ફૂડ પેઢીમાંથી લેવામાં આવેલા ટમેટા સોસના નમૂના ફેલ થયા છે. તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર, ટમેટાના બદલે પપૈયામાંથી સોસ તૈયાર કરવામાં આવતો હતો. તેમાં ખાંડ અને સિન્થેટિક કલરનો ઉપયોગ થતો હોવાનું પણ જાણવા મળ્યું છે. રાજકોટમાં તહેવારોના સમયમાં બહારથી ખાદ્યપદાર્થો ખરીદતા લોકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે.