સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટ પર આકરી ટિપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જો કોઈ પણ કોર્ટ કોઈ સર્વોચ્ચ અદાલતના ચુકાદા સામે આદેશ આપે છે તો તે ‘સંવૈધાનિક સિદ્ધાંત વિરૂદ્ધ’ છે. હકીકતમાં ગુજરાત હાઈકોર્ટે એક રેપ પીડિતાની અરજી પર ચુકાદો આપ્યો જે અરજી સુપ્રીમ કોર્ટમાં પણ પૅન્ડિંગ હતી. રેપ પીડિતાએ કોર્ટ પાસેથી ગર્ભપાતની પરવાનગી માગી હતી. આ મામલે ગુજરાત હાઈકોર્ટે ચુકાદો સંભળાવી દીધો. તેથી રેપ પીડિતા સુપ્રીમ કોર્ટમાં ગઈ.