જામનગરમાં દિવાળી પૂર્વે મનપાની ફૂડ શાખા દ્વારા ચેકિંગ ઝુંબેશ હાથ ધર્યું છે. હોટેલ, રેસ્ટોરન્ટ અને ફરસાણની કુલ 82 પેઢીઓની ચકાસણી કરાઈ છે.અસ્વચ્છતા અને અનહાઇજીનિક વેચાણ બદલ 11 પેઢીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.નિયમોનું ઉલ્લંઘન કરનાર પેઢીઓ પાસેથી રૂ. 60,000 નો દંડ વસૂલાયો છે. જામનગર દિવાળી પૂર્વે મનપાની ફૂડ શાખા એક્શનમાં આવ્યું છે. હોટેલ, રેસ્ટોરન્ટ અને ફરસાણના કુલ 82 એકમોમાં ચકાસણી હાથ ધરાય છે.