Diwali 2026 Maa Lakshmi Diya : હિન્દુ ધર્મમાં દિવાળીનું વિશેષ મહત્વ છે. દિવાળીનો તહેવાર આસો અમાસ તિથિ પર ઉજવવામાં આવે છે. આ દિવસે દેવી લક્ષ્મી, ભગવાન ગણેશ તેમજ કુબેરજીની પૂજા કરવામાં આવે છે. આ સાથે જ આખું ઘર દીવા અને લાઈટથી શણગારવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર દિવાળીની રાતે માતા લક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરે છે. તેથી જ ઘરના દરેક ખૂણામાં દીવા પ્રગટાવવામાં આવે છે.