પ્રકાશનો પર્વ દિવાળી સમગ્ર દેશમાં ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. આ અવસરે 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) ના સ્થાપક અભિજીત દીપકેએ જનતાને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. જોકે તેમણે સત્તાધીશો પર આકરા પ્રહારો પણ કર્યા હતા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટમાં અભિજીત દીપકેએ લખ્યું, "તમને સૌને સંઘર્ષમુક્ત દિવાળીની શુભેચ્છા." તેના એક દિવસ પહેલા જ કોકરોચ જનતા પાર્ટીએ કોચીમાં એક રેલી યોજી હતી, જેમાં દીપકેએ હાજરી આપી હતી.