Share Market Diwali Muhurat Trading : શેરબજારમાં દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ નિફ્ટી ઉછાળે ખુલ્યા બાદ ઘટીને બંધ થયા છે. આજે સેન્સેક્સ 29 પોઇન્ટ ઘટીને 80,999 બંધ થયો છે. તો એનએઇસઇ 44 પોઇન્ટ ઘટીને 25000 લેવલ નીચે 24986 બંધ થયા છે. આજે બીએસઇની માર્કેટકેપ વધીને ₹ 505.66 લાખ કરોડ થઇ હતી. બીએસઇ પર 3255 શેર વધીને જ્યારે 945 શેર ઘટીને બંધ થયા હતા. શેરબજારમાં દિવાળી મુહૂર્ત નિમિત્તે ખાસ ટ્રેડિંગ સેશન યોજાય છે.