ઉદ્ધાટનના છ મહિના બાદ સુરતના ખજોદસ્થિત સુરત ડાયમંડ બુર્સમાં અષાઢી બીજના દિવસે હલચલ જોવા મળી હતી. સુગમ સંગીતના તાલે મહેમાનોને આવકાર આપવામાં આવી રહ્યો હતો. શુભ મનાતા આ દિવસે 250 જેટલા વેપારીએ બુર્સમાં પોતાની ઑફિસ શરૂ કરી. આ વેપારીઓ મુંબઈના છે અને જેઓ બુર્સમાં વેપારધંધો શરૂ કરે તેની લાંબા સમયથી રાહ જોવાતી હતી. હીરાઉદ્યોગના નાના-મોટા વેપારીઓ મોટી સંખ્યામાં ભેગા થયા હતા.