Delhi Protest Site : દિલ્હી પોલીસે તેના બદલે અન્ય ત્રણ વિકલ્પો આપ્યા હતા, બુરાડી મેદાન, રામલીલા મેદાન અને સીબીડી ગ્રાઉન્ડ. જો કે, ઘણા જૂથો માટે તેમના પ્રદર્શનને આ સ્થળોએ લઈ જવું જરા પણ સરળ નહોતું. કેટલાક પ્રદર્શનો થઇ શક્યા નહીં. તેમાં નાગા વિદ્યાર્થી સંગઠન પણ હતું. તેમણે 12 ઓક્ટોબરે મણિપુરમાં હિંસા સામે વિરોધ પ્રદર્શન કરવાની યોજના બનાવી હતી.