Diwali 2026 Dhan Potli : હિન્દુ ધર્મમાં દિવાળીનું વિશેષ મહત્વ છે. આ દિવસે ઘર, મંદિરમાં રંગોળી બનાવવાની સાથે જ સાંજે માતા લક્ષ્મી, ગણેશજી અને કુબેરજીની પૂજા કરવાની પરંપરા છે. આ સાથે જ ઘર માટીના દીવા અને લાઈટથી શણગારવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુ શાસ્ત્ર અનુસાર, દિવાળીના દિવસે કેટલીક શુભ વસ્તુઓ તિજોરીમાં રાખવાથી સુખ, સમૃદ્ધિ, સંપત્તિમાં વધારો થઈ શકે છે.