Congress Donations : દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસના દાનમાં 75 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસને વર્ષ 2025-26માં કુલ 20,000 રૂપિયાથી વધુનું દાન મળ્યું હતું, જે 2024-25માં મળેલા 517.4 કરોડ રૂપિયાના માંડ ચોથા ભાગ જેટલું છે. ચૂંટણી પંચને સુપરત કરાયેલા કોંગ્રેસના વર્ષ 2025-26 દાન અહેવાલ મુજબ, તે વર્ષે કોંગ્રેસને મળેલા કુલ દાનમાં પ્રુડન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટે 19% યોગદાન આપ્યું હતું. વર્ષ 2024-25માં કોંગ્રેસને મળેલા કુલ દાનમાં 41.8% પ્રુડેન્ટનો હિસ્સો હતો.