Milk Product Price : છેલ્લા નવ વર્ષમાં દેશમાં દૂધ ઉત્પાદનમાં લગભગ ત્રણ ટકાના ચક્રવૃદ્ધિ દરે વધારો થયો છે. તે વર્ષ 2016માં 165.1 મિલિયન ટનથી વધીને વર્ષ 2025માં 216.5 મિલિયન ટને પહોંચ્યું હતું. જો કે, યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરના જણાવ્યા અનુસાર, આ વૃદ્ધિ દર 2026માં ઘટીને 2.5 ટકા થવાની ધારણા છે. આ વર્ષે દૂધનું ઉત્પાદન ૨૨૨ મિલિયન ટન સુધી રહેવાની ધારણા છે. આવતા વર્ષે ઉત્પાદન દરમાં વધુ ઘટાડો થવાની સંભાવના છે.