આજના સમયમાં જ્યારે લોકો ટૉક્સિક વર્ક કલ્ચરને લઈને પરેશાન છે. ત્યારે કેટલીક કંપનીઓ એવી પણ છે જે તેમના કર્મચારીઓની વર્ક લાઈફને બેલેન્સ પર સંપૂર્ણ ધ્યાન રાખે છે. આવી જ એક કંપની ફીડબોક્સ છે, જે ઇન્દોર સ્થિત સ્ટાર્ટઅપ છે. કંપનીએ તેના કર્મચારીઓને દિવાળી પર સંપૂર્ણ સાત દિવસની રજા આપી છે જેથી તેમને તેમના પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવવાની પૂરતી તક મળે. ફીડબોક્સ એક ડિજિટલ માર્કેટિંગ એજન્સી છે.