જમીન NA કરવાની અરજી મુદ્દે ગુજરાત હાઈકોર્ટે સમય મર્યાદા નિયત કરી હોવા છતા અમદાવાદ કલેકટરે સમયમર્યાદામાં નિર્ણય ન કરતા કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. અમદાવાદ કલેકટર સામે ગુજરાત હાઈકોર્ટે આકરૂ વલણ અપનાવ્યું છે. અરજદારને ખોટી રીતે હેરાન કરવા બદલ કોર્ટે કલેકટરને 1 લાખ રૂપિયાનો દંડ કર્યો હતો. કલેકટરે તેના પગારમાંથી આ રકમ એક મહિનાની અંદર હાઈકોર્ટ રજિસ્ટ્રીમાં જમા કરાવવી પડશે. જમા થયેલી રકમ અરજીના ખર્ચ પેટે અરજદારને ચૂકવાશે.