Ahmedabad Air Pollution: અમદાવાદ શહેરના નાગરિકો માટે શ્વાસ લેવો મુશ્કેલ બની રહ્યો છે કારણ કે શહેરનું વાતાવરણ ચિંતાજનક સ્તરે પ્રદૂષિત થઈ ચૂક્યું છે. Ahmedabad Air Pollution: દિવાળી પર્વ દરમિયાન અમદાવાદ શહેરમાં ઝેરી હવાની ગંભીર સ્થિતિ સર્જાતાં સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 180 નોંધાયો છે, જેમાં હેબતપુર, શાંતિગ્રામ, સોલા અને થલતેજ જેવા ચાર વિસ્તારોમાં AQI 200ને પાર પહોંચી જતાં હવા અત્યંત ખરાબ શ્રેણીમાં મૂકાઈ ગઈ છે.