Rajkot Police Controversy: ઘટનાના વિરોધમાં રાજકોટ બાર એસોસિએશને ઠરાવ પસાર કરી પોલીસ કમિશનરને પત્ર પાઠવ્યો હતો. Rajkot Police Controversy: રાજકોટના પ્રદ્યુમનનગરમાં આતશબાજી દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર (PI) એમ.ડી. મકવાણા અને વકીલ ભરત જોબનપુત્રાના પુત્ર વચ્ચે તીખી બબાલ થતાં ભારે વિવાદ સર્જાયો છે. PI મકવાણા પર ગાળાગાળી કરી ધક્કો મારવાનો આરોપ લાગ્યો છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.