ગાંધીનગર અક્ષરધામમાં 8થી 15 નવેમ્બર દરમિયાન 10 હજાર દીવડાઓ સાથે દીપોત્સવ યોજાશે, છેલ્લા 34 વર્ષથી દિવાળીથી દેવદિવાળી સુધી અક્ષરધામમાં દીપોત્સવની પરંપરા જળવાઈ રહી છે. ગાંધીનગર: સમગ્ર દેશમાં દિવાળીના પર્વની ઉજવણી રોશની અને દીવડાઓ પ્રગટાવીને કરવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર, ભગવાન શ્રીરામ 14 વર્ષનો વનવાસ પૂર્ણ કરીને માતા સીતા અને લક્ષ્મણ સાથે અયોધ્યા પરત ફર્યા, ત્યારે તેમના સ્વાગતમાં અયોધ્યાવાસીઓએ ઘેર ઘેર દીવડાઓ પ્રગટાવીને નગરીને રોશનીથી ઝળહળતી કરી હતી.