How to Prepare Liquid Fertilizer : છોડના વધુ સારા ગ્રોથ માટે પૂરતું પાણી, સૂર્યપ્રકાશ, દેખભાળ અને ખાતર જરૂરી છે. મોટાભાગના લોકો છોડ માટે નર્સરીઓમાંથી ખાતર ખરીદે છે. જોકે તમે તેને જાતે પણ તૈયાર કરી શકો છો. રાઇના ખલીનો ઉપયોગ કરીને છોડ માટે લિક્વિડ ફર્ટીલાઇઝર તૈયાર કરી શકાય છે. તેમાં કોઈ પણ પ્રકારના હાનિકારક રસાયણો હોતા નથી, જેના કારણે તે છોડ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.