IND vs NZ 2nd ODI : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની બીજી વન ડેમાં પણ વરસાદને કારણે વિક્ષેપ પડ્યો હતો, પરંતુ આ મેચમાં ભારતે ડકવર્થ-લુઈસના નિયમના આધારે 4 રનથી જીત મેળવી હતી. આ મેચમાં પણ ભારતીય બોલરોનો દેખાવ શાનદાર રહ્યો હતો, જેમાં ગુરનૂર બ્રારે શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો અને 4 વિકેટ ઝડપી હતી. તે પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.