PM Narendra Modi : દેશભરમાં દિવાળીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી છે. દિવાળીની પૂર્વ સંધ્યાએ પીએમ મોદીએ એક વીડિયો સંદેશ જાહેર કરીને દેશવાસીઓને શુભકામના પાઠવી છે. પીએમ મોદીએ વીડિયો સંદેશમાં જણાવ્યું કે દર વર્ષની જેમ આ વખતે પણ તેઓ દિવાળી જવાનો સાથે ઉજવશે. પ્રધાનમંત્રી મોદીએ પ્રાર્થના કરી કે આ તહેવાર, આવનારો સમય, બધુ સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરેલો રહે.