Deepotsav:દિવાળીના અવસરે રામ નગરી અયોધ્યામાં દીપોત્સવની શરૂઆત થઈ ચૂકી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શનિવારે (7 નવેમ્બર) અયોધ્યામાં છે. આની શરૂઆત કરતા સીએમ યોગીએ કહ્યું કે આજે પીએમ મોદીના માર્ગદર્શન મુજબ જે અયોધ્યામાં ક્યારેક શ્રીરામના નામે લાઠી અને ગોળી ચાલતી હતી, જે અયોધ્યામાં ક્યારેક રામના નામને પ્રતિબંધિત કરવાનું પાપ થતું હતું. જે અયોધ્યાને ઉપેક્ષિત બનાવી દેવામાં આવી હતી, આજે તે જ અયોધ્યા ફરીથી ત્રેતાયુગની યાદ અપાવતા જીવંત થઈ ઉઠી છે.