દિવાળી પહેલાં 8મા પગાર પંચની વેબસાઇટ પર એક નવું અપડેટ આવ્યું છે. પગાર પંચની વેબસાઇટ પર આવતા દરેક અપડેટ પર કેન્દ્રીય કર્મચારીઓની નજર રહેતી હોવાથી આ નવા મેસેજે પણ સૌનું ધ્યાન ખેંચ્યું છે. 8મા પગાર પંચ (8th Pay Commission)ની વેબસાઇટ પર અવારનવાર કોઈને કોઈ અપડેટ આવતા રહે છે.