ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ, પોલીસ અને સ્થાનિક તંત્રનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, અત્યાર સુધી કોઈ જાનહાનિ થઈ નથી. અમદાવાદમાં મટોડા GIDCમાં આગની ગંભીર ઘટના સામે આવી છે. અમદાવાદથી બાવળા તરફ જતા હાઈવે પર મટોડા GIDC નજીક આવેલી ચોકલેટ બનાવતી કંપનીમાં 6 નવેમ્બરની રાત્રે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગને પગલે કંપનીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.