Amit Shah Ahmedabad Visit: આ બેઠકના સકારાત્મક પરિણામોથી અમદાવાદમાં વિકાસ કાર્યો અને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનશે. Amit Shah Ahmedabad Visit: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે સાંજે અમદાવાદ આગમન બાદ એએમસીની દક્ષિણ-પશ્ચિમ ઝોન કચેરી ખાતે કોમનવેલ્થ ગેમ્સ અને રાજ્યના ગૃહ વિભાગના પ્રશ્નોને લઈને એક મહત્વપૂર્ણ ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કર્યું છે. આ બેઠકમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC), અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA) તેમજ ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ વિશેષરૂપે ઉપસ્થિત રહેશે.