AI Share Down : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સંબંધિત રોકાણમાં મંદીની આશંકાને કારણે યુએસ શેરબજારમાં ગુરુવારે લગભગ 2.5 ટ્રિલિયન ડોલરનું નુકસાન થયું હતું. ટેક્નોલોજી શેરોમાં ભારે વેચવાલીને કારણે ચૂંટણી બાદ વોલ સ્ટ્રીટમાં આવેલી તેજીના સૂપડા સાફ થઇ ગયા હતા. સમાચાર એજન્સી ANI એ CNNના અહેવાલને ટાંકીને જણાવ્યું હતું કે યુએસની મધ્યસત્ર ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીની જીતથી ડેટા સેન્ટરોના વિસ્તરણ પર પ્રતિબંધો લાવી શકે છે અને દેશમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસની ગતિ ધીમી પડી શકે.