અમદાવાદ શહેરમાં જમીન અને પ્લોટના ખરીદ-વેચાણના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બોપલ વિસ્તારમાં રહેતા અને બિલ્ડિંગ મટીરિયલ તેમજ જમીન ખરીદ-વેચાણનો વ્યવસાય કરતા વેપારી સાથે સી.જી. રોડ પર ઓફિસ ધરાવતા ત્રણ બિલ્ડર ભાગીદારોએ રૂ. 2.34 કરોડનો વિશ્વાસઘાત આચર્યો છે. સાણંદના "સુરધારા પ્લોટ્સ" વેચાણ મામલે રૂ. 2.34 કરોડનો ફ્રોડ ફરિયાદી સંજયભાઈ જયંતિલાલ મહેતા (ઉં.વ. 63, રહે.