દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અને ગુણવત્તાને લઈને અમદાવાદ અને રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદમાં મનપાના આરોગ્ય વિભાગે તપાસ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરનારા 19 એકમને સીલ કર્યા છે. જ્યારે 1 ઓક્ટોબરથી 2 નવેમ્બર દરમિયાન લેવામાં આવેલા 21 ખાદ્ય નમૂના અપ્રમાણિત જાહેર થયા છે. બીજી તરફ, રાજકોટમાં પણ પનીરના સેમ્પલ ટેસ્ટમાં ફેલ જતાં તહેવારો દરમિયાન પનીર આરોગતા પહેલાં સાવધાન રહેવું પડશે.