Today news live: યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે રશિયા સાથે ખૂબ જ મોટો સોદો થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે આ એક ખૂબ જ મોટો કરાર હશે જેમાં ફક્ત યુક્રેન જ નહીં, પરંતુ આખું યુરોપ શામેલ હોઈ શકે છે. ગુરુવારે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના રાજદૂત કિરીલ દિમિત્રીવ સાથે મુલાકાત બાદ ટ્રમ્પનું નિવેદન આવ્યું. દિમિત્રીવ સાથે ટ્રમ્પની મુલાકાત અણધારી અને અનિયોજિત હતી.