Share Market News Today Live Update In Gujarati : એશિયન શેરબજારોમાં શુક્રવારે મંદીનો માહોલ હતો. એઆઈ સ્ટોકમાં ભારે વેચવાલીથી યુએસ માર્કેટ સહિત તમામ એશિયન બજારો તૂટ્યા છે. આજે જાપાન Nikkei 3660 પોઇન્ટનો કડાકો બોલાયો છે. તો તાઇવાન બજાર 1250 પોઇન્ટ, કોરિયા Kospo 250 પોઇન્ટ જેટલા ઘટીને ટ્રેડિંગ કરી રહ્યા છે. સિંગાપોર, થાઇલેન્ડટ, શાંઘાઇ અને હોંગકોંગ માર્કેટ પણ 50 પોઇન્ટ આસપાસ ઘટીને ટ્રેડિંગ કરી રહ્યા છે.