જીવનશૈલી | સાંજના નાસ્તા કે સ્ટાર્ટર માટે ક્રિસ્પી પાપડ બીટરૂટ કબાબ એ સ્વાદ અને સ્વાસ્થ્યનો અદભુત કોમ્બિનેશન છે. બીટરૂટના સુંદર ગુલાબી કલર , પલાળેલા મગ અને સોયા ચંક્સના પ્રોટીનથી ભરપૂર આ કબાબ ખૂબ જ પૌષ્ટિક બને છે. બહાર પાપડના ચૂરાનું કોટિંગ હોવાથી આ કબાબ એકદમ ક્રિસ્પી લાગે છે. હેલ્ધી ઓપ્શન શોધતા લોકો તેમજ બાળકો માટે આ એક બેસ્ટ સ્નેક રેસીપી છે.