Delhi Air Pollution: દિલ્હીના કુલ 59 મોનિટરિંગ સેન્ટરોમાંથી 28 સેન્ટરો પર AQI 400થી વધુ નોંધાયો છે. Delhi Air Pollution: દેશની રાજધાની દિલ્હીમાં ઠંડીની શરૂઆત થતાં જ હવાની ગુણવત્તા અત્યંત ખરાબ થઈ ગઈ છે અને પ્રદૂષણનું સ્તર અતિ ગંભીર શ્રેણીમાં પહોંચી ગયું છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના આંકડા મુજબ આજે સવારે દિલ્હીનો સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 385 નોંધાયો હતો.