Dhanteras 2026 : ધનતેરસનો તહેવાર હિન્દુ ધર્મમાં સુખ, સમૃદ્ધિ, સંપત્તિ અને સુખાકારીનું પ્રતીક માનવામાં આવે છે. ફ્યુચર પંચાંગના જણાવ્યા અનુસાર ધનતેરસનો તહેવાર આ વખતે 6 નવેમ્બરને શુક્રવારના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે દેવી લક્ષ્મી, ભગવાન ગણેશ, ધન્વંતરી દેવ અને ભગવાન કુબેરની પૂજા કરવામાં આવે છે. લોકો ધનતેરસ પર ઘણી ખરીદી પણ કરે છે પરંતુ આ દિવસે કેટલીક એવી વસ્તુઓ છે જેની ખરીદી કરવાનું ટાળવું જોઈએ.