સુરત: સુરતના લસકાણા વિસ્તારમાં કચરાના ઢગલામાંથી માથું અને બંધ મકાનમાંથી ધડ મળી આવવાના ચકચારભર્યા કેસનો સુરત ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં જ ભેદ ઉકેલી. પોલીસ તપાસમાં એવું બહાર આવ્યું છે કે મૃતકની હત્યા તેના જ મિત્ર દ્વારા કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચે આરોપીની સુરત જિલ્લાના GIDC વિસ્તારમાંથી ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે. થોડા દિવસો પહેલા સુરતના લસકાણા વિસ્તારમાં એક અતિ બિહામણી ઘટના બની હતી.