Sourav Ganguly News : ક્રિકેટના મેદાન પર કેપ્ટન્સી અને શાનદાર બેટીંગ માટે જાણીતા ક્રિકેટર સૌરવ ગાંગુલીનું કલકત્તામાં પૈતૃક ઘર કોઈ વૈભવી હવેલીથી ઓછું નથી. લગભગ 40 કરોડ રૂપિયાની કિંમતના આ મકાનમાં 48 ઓરડા છે. અહીં એક ટ્રોફી રૂમ પણ છે, જ્યાં તેમની ક્રિકેટ કારકિર્દીની યાદો સાચવવામાં આવી છે. આટલું જ નહીં, ઘરની પાછળના ભાગમાં એક નાની ક્રિકેટ પીચ પણ છે, જ્યાં ગાંગુલી હજુ પણ તેની મનપસંદ રમતનો આનંદ માણે છે.