Trump Slams Bill de Blasio and Fox News: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર સોશિયલ મીડિયા પર એવી પોસ્ટ કરી છે, જેના કારણે અમેરિકાના રાજકારણમાં ચર્ચા શરૂ થઈ છે. આ વખતે તેમના નિશાન પર ન્યૂયોર્ક સિટીના પૂર્વ મેયર બિલ ડી બ્લાસિયો અને અમેરિકાની જાણીતી ન્યૂઝ ચેનલ Fox News છે. ટ્રમ્પે પોતાની પોસ્ટમાં બિલ ડી બ્લાસિયોની આકરી ટીકા કરતાં તેમને ન્યૂયોર્કના ઇતિહાસના સૌથી ખરાબ મેયર ગણાવ્યા છે.