Virat Kohli Record : વિરાટ કોહલીએ ઓકલેન્ડમાં ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વન ડેમાં ટીમ માટે શાનદાર ઇનિંગ્સ રમી હતી અને જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. કોહલીએ આ મેચમાં 51 બોલમાં 74 રન ફટકાર્યા હતા અને આ દરમિયાન તેણે એક સિક્સર અને 13 ફોર ફટકારી હતી. આ ઈનિંગમાં વિરાટ કોહલીનો સ્ટ્રાઇક રેટ 145.10 હતો, સાથે જ તેણે આ ઇનિંગ્સના આધારે સચિન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો છે અને નંબર વન પર આવી ગયો છે.