જો તમારા જૂના પીએફ ખાતાનો લાંબા સમયથી ઉપયોગ ન થયો હોય અને તેમાં 1,000 કે તેથી ઓછું બેલેન્સ હોય તો તમારા માટે સારા સમાચાર છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) હવે આવા ઈન એક્ટિવ એકાઉન્ટ્સમાં બેલેન્સનું આપમેળે સમાધાન કરશે. પાત્ર ખાતાધારકોને અલગથી ક્લેમ કરવાની જરૂર રહેશે નહીં. આધારથી વેરિફાઈડ એકાઉન્ટ્સમાં ઓળખ અને બેન્ક ખાતાની ચકાસણી પૂર્ણ કર્યા પછી EPFO આપમેળે ચુકવણી પ્રક્રિયા શરૂ કરશે.