વિરાટ કોહલીએ ફિફ્ટી ફટકારીને ટીમ ઈન્ડિયાને પ્રથમ વનડેમાં DLS હેઠળ જીત અપાવી દીધી. ન્યૂઝીલેન્ડ તરફથી ખૂબ જ ખરાબ પ્રદર્શન જોવા મળ્યું. IND vs NZ: ટીમ ઈન્ડિયાએ બુધવારે (04 નવેમ્બર) ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી પ્રથમ વનડેમાં DLS હેઠળ 5 વિકેટે જીત પોતાના નામે કરી. ઓકલેન્ડના ઈડન પાર્કમાં રમાયેલી મેચમાં વરસાદનું વારંવાર વિઘ્ન જોવા મળ્યું, જેના કારણે ચેઝમાં ટીમ ઈન્ડિયાને ડકવર્થ-લુઈસ-સ્ટર્ન એટલે કે DLS હેઠળ સુધારેલો ટાર્ગેટ (32 ઓવરમાં 143) આપવામાં આવ્યો.