Google Buyout: માઇક્રોસોફ્ટ પછી હવે ગૂગલે પણ પોતાના કર્મચારીઓને નોકરી છોડવા માટે સારી એવી ઓફર આપી દીધી છે. કંપની ઇચ્છે છે કે તે આવનારા સમયમાં AI પર રોકાણ કરે જેના કારણે આ નિર્ણય લીધો છે. રોઇટર્સના રિપોર્ટ મુજબ તાજેતરમાં ગૂગલ પોતાના કર્મચારીઓ માટે 'બાયઆઉટ ઓફર' લઈને આવ્યું છે. જેના દ્વારા કર્મચારીઓને નોકરી છોડવા માટે ઓફર કરવામાં આવી રહી છે. આ ઓફર અન્ય ઘણા દેશો સુધી વધારવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.