ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં વધુ એક સિદ્ધિ; રિકી પોન્ટિંગ અને કુમાર સંગાકારા જેવા દિગ્ગજોને પછાડ્યા. Virat Kohli world record: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે તેને શા માટે 'રન મશીન' કહેવામાં આવે છે. વિરાટ કોહલીએ વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક એવો અનોખો અને ઐતિહાસિક વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે, જે આગામી 100 વર્ષોમાં પણ તૂટવો લગભગ અશક્ય લાગી રહ્યો છે.