ઈડન પાર્કમાં ન્યૂઝીલેન્ડ સામે 5 વિકેટે શાનદાર જીત બાદ પેવેલિયન પરત ફરતી વખતે વિરાટે બેટ ઉંચુ કર્યું; 2027 ના વર્લ્ડ કપ પહેલાં નિવૃત્તિની અટકળો તેજ. Virat Kohli Eden Park: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ સામેની પહેલી વનડે મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. બુધવારે ઓકલેન્ડના ઈડન પાર્ક મેદાન પર રમાયેલી આ રોમાંચક મેચમાં કોહલીએ પોતાના બેટથી દર્શકોનાં દિલ જીતી લીધાં હતાં.