દિવાળી પહેલાં જ મોંઘવારીનો વધુ એક માર સામાન્ય જનતા પર પડ્યો છે. તહેવારોની ખરીદી વચ્ચે અમૂલ દ્વારા ઘી અને બટરના ભાવમાં વધારો કરવામાં આવતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. રસોડામાં રોજબરોજ ઉપયોગમાં લેવાતી આ વસ્તુઓ મોંઘી થતાં હવે તહેવારની ખરીદી માટે ગ્રાહકોએ વધુ નાણાં ખર્ચવા પડશે. અમૂલ દ્વારા ઘીના ભાવમાં પ્રતિ કિલો 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારા બાદ અમૂલના એક કિલો ઘી માટે ગ્રાહકોએ હવે 680 રૂપિયા ચૂકવવા પડશે.