Gujarat pashudhan bima yojana: રાજ્ય સરકારનો ઐતિહાસિક નિર્ણય: 1 લાખ પશુઓ માટે વીમા કવચ, 85% પ્રીમિયમ સરકાર ચૂકવશે. Gujarat pashudhan bima yojana: ગુજરાતના લાખો પશુપાલકોના આર્થિક હિતને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક ખૂબ જ મહત્વનો નિર્ણય લીધો છે. નેશનલ લાઈવસ્ટોક મિશન અંતર્ગત હવે રાજ્યમાં ‘પશુધન વીમા સહાય યોજના’ શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ યોજના વિશે માહિતી આપતા જણાવ્યું કે પશુઓ પશુપાલકોની આજીવિકાનો મુખ્ય આધાર છે.