રાજ્યના સરકારી કર્મચારીઓ પોતાના વતનમાં પરિવાર સાથે દિવાળી ઉજવી શકે તે હેતુથી 9 નવેમ્બરના રોજ રજા જાહેર કરાઈ; તેના બદલામાં 28 નવેમ્બરે કચેરીઓ ચાલુ રહેશે. Gujarat govt Diwali holidays: દિવાળીનો તહેવાર એટલે આનંદ અને ઉલ્લાસનો તહેવાર. આ વર્ષે ગુજરાત સરકારના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ માટે દિવાળીનો તહેવાર બમણો આનંદ લઈને આવ્યો છે. રાજ્ય સરકારે પોતાના કર્મચારીઓને દિવાળીની શાનદાર ભેટ આપતા એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.