જામનગરના ગ્રેઈન માર્કેટમાં ખાંડ બજાર પાછળ આવેલા ગોડાઉનમાં ફૂડ વિભાગે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન કાશ ટ્રેડર્સના ગોડાઉનમાંથી 324 કિલો ભેળસેળયુક્ત ઘી મળી આવ્યું હતું. ફૂડ વિભાગે ઘી સહિત કુલ રૂ.1.13 લાખનો જથ્થો જપ્ત કર્યો છે. દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને જામનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અને વાસી મીઠાઈના વેચાણ સામે તપાસ અભિયાન તેજ કર્યું છે. ફૂડ વિભાગની બે અલગ-અલગ ટીમોએ શહેરમાં દરોડા પાડી મોટી કાર્યવાહી કરી છે.