Jamnagar Municipal Corporation Raid: તપાસ દરમિયાન શહેરના કાશ ટ્રેડર નામના ગોડાઉનમાં વ્યાપક પ્રમાણમાં શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો. Jamnagar Municipal Corporation Raid: જામનગરમાં દિવાળીના તહેવાર ટાંકણે મહાનગરપાલિકાની ટીમ દ્વારા 'કાશ ટ્રેડર' નામના ગોડાઉનમાં અચાનક દરોડા પાડીને 1.13 લાખની કિંમતનું કુલ 324 કિલો ભેળસેળયુક્ત ઘી જપ્ત કરવામાં આવ્યું છે, જેથી નાગરિકોના સ્વાસ્થ્ય સાથેડા ચેડા કરતા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે.