Anil Ambani : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ રિલાયન્સ અનિલ અંબાણી ગ્રુપ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. ઇડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) અને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) હેઠળ પોતાની તપાસના સંબંધમાં અનેક કેસોમાં કુલ 23,100 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. ઇડીના એક નિવેદન અનુસાર જે સંપત્તિ જપ્ત કરવામાં આવી છે તેમાં એરક્રાફ્ટ, બેંક બેલેન્સ, ફિક્સ્ડ ડિપોઝિટ, સ્થાવર સંપત્તિ, રિસીવેબલ્સ અને ઇન્વેસ્ટમેન્ટનો સમાવેશ થાય છે.