Apple or Banana Benefits : સફરજન અને કેળા એવા બે ફળો છે જે લગભગ આખું વર્ષ ઉપલબ્ધ હોય છે. આ બંને ફળોનું સેવન દેશ અને દુનિયામાં સૌથી વધુ થાય છે. આ ફળોનું વધારે સેવન કરવા પાછળનું કારણ તેમાં હાજર પોષક તત્વો છે. પરંતુ જો સફરજન અને કેળાના પોષણની તુલના કરવામાં આવે તો ઘણીવાર સવાલ ઉભો થાય છે કે બંને માંથી ક્યું ફળ સૌથી ઉત્તમ છે.