Diwali 2026 Date in India: દિવાળીને હિન્દુ ધર્મનો સૌથી મહત્વપૂર્ણ અને પવિત્ર તહેવાર માનવામાં આવે છે. તેને પ્રકાશના પર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે. દર વર્ષે કારતક મહિનાના અમાસના દિવસે દેશભરમાં દિવાળી ખૂબ જ આનંદ અને ધામધૂમથી ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે ભગવાન શ્રી રામ 14 વર્ષનો વનવાસ પૂર્ણ કરીને માતા સીતા અને લક્ષ્મણ સાથે અયોધ્યા પાછા ફર્યા હતા. અયોધ્યાના લોકોએ તેમના સ્વાગત માટે દીવા પ્રગટાવીને ઉજવણી કરી હતી.